સરપ્લસમાં શું ગણાય
એવું કોઈપણ સારું ખાવાનું જે હજી ખાવા યોગ્ય છે અને નહીંતર દિવસના અંતે ફેંકાઈ જાત:
- બેકરીની સાંજની ટ્રે: બ્રેડ, બન, પેસ્ટ્રી અને કેક.
- બપોરની ભીડ માટે બનાવેલી, પણ ધાર્યા કરતાં ઓછી વેચાયેલી થાળીઓ.
- બંધ થવાના સમયે કૅફેના સેન્ડવિચ, નાસ્તા અને બેક્સ.
- બેસ્ટ-બિફોર તારીખ નજીક આવેલાં ફળ, શાકભાજી અને પેકેજ્ડ કરિયાણું.
- દિવસના વેચાણ કરતાં મોટી બૅચમાં બનેલી મીઠાઈ અને ફરસાણ.
સરપ્લસ આખો દિવસ થાય છે, સવારની બૅચથી સાંજની ટ્રે સુધી. Nosh પર દુકાનો જ્યારે પણ વધે ત્યારે લિસ્ટ કરે છે, એટલે સારી ડીલ્સ ઘણી વાર બંધ થવાના સમય કરતાં ઘણી વહેલી આવી જાય છે.
કેમ સસ્તું
ખાવાનું બનાવવાનો ખર્ચ એટલો જ થયો. બદલાયો છે ફક્ત સમય. કાલે તેની કિંમત દુકાન માટે લગભગ શૂન્ય છે, એટલે આજે ફેંકવા કરતાં ઓછા ભાવે વેચવું દુકાનને વધુ ગમે.
ડિસ્કાઉન્ટ દુકાન નક્કી કરે છે. Nosh પર તમને મૂળ ભાવ અને Nosh ભાવ બાજુ-બાજુમાં દેખાય છે, એટલે તમે બરાબર જાણો કે કેટલું બચ્યું.
સરપ્લસ ફૂડ સલામત છે?
આ એ જ ખાવાનું છે જે દુકાને એ જ દિવસે થોડા કલાક પહેલાં પૂરા ભાવે વેચ્યું હતું. Nosh પરની દરેક દુકાન પાસે માન્ય FSSAI રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે, અને જે લિસ્ટ કરે તેની જવાબદારી તેની છે. દરેક લિસ્ટિંગમાં પિકઅપનો સમય દેખાય છે.
કોઈપણ ખાવાની જેમ, ખાતા પહેલાં ઑર્ડર તપાસી લો, ખાસ કરીને એલર્જી હોય તો.
કેમ મહત્વનું છે
ફેંકાયેલા ખાવાની સાથે તેને બનાવવામાં વપરાયેલું પાણી, ઊર્જા અને મહેનત પણ બગડે છે, અને લેન્ડફિલમાં સડતું ખાવાનું મિથેન છોડે છે. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ ગ્રાહકો સુધી પહોંચતા ખાવાનો લગભગ પાંચમો ભાગ બગાડમાં જાય છે (UNEP Food Waste Index Report 2024).
સરપ્લસ ખરીદવાથી ખાવાનું ખાવાનું જ રહે છે. દુકાનને થોડો ખર્ચ પાછો મળે, તમે ઓછામાં સારું ખાઓ, અને કચરામાં કશું ન જાય.
Nosh કેવી રીતે કામ કરે છે
- નજીકમાં શું છે તે જુઓઍપમાં નકશો અને ફીડ: આસપાસની દુકાનો અને તેમની ડીલ્સ. ચોક્કસ વસ્તુ પસંદ કરો, કે થોડું સરપ્રાઈઝ ગમતું હોય તો સરપ્રાઈઝ બેગ.
- ઍપમાં બુક કરો અને ચૂકવોદરેક લિસ્ટિંગમાં મૂળ ભાવ, Nosh ભાવ, કેટલી બાકી છે અને ક્યારે લેવાનું, બધું ચૂકવતા પહેલાં દેખાય છે.
- લઈ આવો, કે મંગાવોઆપેલા સમયમાં કાઉન્ટર પરથી લઈ લો. જ્યાં ડિલિવરી ઉપલબ્ધ હોય ત્યાં ચેકઆઉટમાં દેખાશે, ફી પહેલાં બતાવીને.
Nosh ક્યાં છે
Nosh સૌથી પહેલાં ગુજરાતનાં બે શહેરોમાં ખૂલી રહ્યું છે.
ગુજરાતમાં બીજે ક્યાંક? તો પણ અર્લી એક્સેસમાં જોડાઓ અને તમારું શહેર જણાવો.
ખાવાનો ધંધો ચલાવો છો?
- જ્યારે પણ વધે ત્યારે લિસ્ટ કરો, સવારે કે સાંજે.
- ભાવ અને જથ્થો તમે નક્કી કરો. લિસ્ટિંગ ગમે ત્યારે બદલો કે હટાવો.
- વેચાય ત્યારે જ ચૂકવો: દરેક વેચાણ પર નાનું કમિશન, કોઈ એડવાન્સ કે માસિક ફી નહીં.
- માન્ય FSSAI રજિસ્ટ્રેશન જરૂરી.
વારંવાર પુછાતા પ્રશ્નો
સરપ્લસ ફૂડ એટલે શું?
દુકાન પાસે વેચાય તેના કરતાં વધારે હોય તેવું સારું ખાવાનું: વધારાના બેક્સ, ન વેચાયેલી થાળીઓ, કે બેસ્ટ-બિફોર તારીખ નજીક આવેલો સ્ટોક. લિસ્ટ કરેલા ખાવાની ગુણવત્તા અને સલામતીની જવાબદારી દુકાનની છે, અને માન્ય FSSAI રજિસ્ટ્રેશન જરૂરી છે.
Nosh ક્યાં ઉપલબ્ધ છે?
Nosh સૌથી પહેલાં અમદાવાદ અને ભરૂચમાં ખૂલી રહ્યું છે. તમારું શહેર ક્યારે ખૂલે તે જાણવા અર્લી એક્સેસમાં જોડાઓ. બીજે ક્યાંક હો તો “બીજે ક્યાંક” પસંદ કરીને તમારું શહેર જણાવો.
પિકઅપ કેવી રીતે થાય?
ચેકઆઉટ વખતે પિકઅપનો સમય પસંદ કરો, એ સમયમાં દુકાને જાઓ અને કાઉન્ટર પરથી ઑર્ડર લો. ઍપમાં ઑર્ડરનું સ્ટેટસ દેખાય છે: મુકાયો, તૈયાર થાય છે, લેવા માટે તૈયાર.
ડિલિવરી ક્યારે મળે?
પિકઅપ ડિફૉલ્ટ છે. જ્યાં ડિલિવરી ઉપલબ્ધ હોય ત્યાં ચેકઆઉટમાં વિકલ્પ દેખાશે, ડિલિવરી ફી અને અંદાજિત સમય ચૂકવતા પહેલાં બતાવાય છે.
ખાવાનું સલામત છે?
આ એ જ ખાવાનું છે જે દુકાને એ જ દિવસે થોડા કલાક પહેલાં પૂરા ભાવે વેચ્યું હતું. ગુણવત્તા અને સલામતીની જવાબદારી દુકાનની છે. કોઈપણ ખાવાની જેમ, ખાતા પહેલાં તપાસી લો, ખાસ કરીને એલર્જી હોય તો.
અર્લી એક્સેસમાં જોડાયા પછી શું?
તમારા શહેરમાં Nosh ખૂલે ત્યારે આપેલા નંબર પર મેસેજ કરીશું. રેફરલ લિંક પણ મળશે: તેનાથી જોડાતો દરેક મિત્ર તમને લિસ્ટમાં ઉપર લઈ જાય છે.
મારો ધંધો કેવી રીતે જોડાય?
હોમપેજના For sellers વિભાગમાં વિગતો મોકલો. અમે ધંધો ચકાસીએ (માન્ય FSSAI રજિસ્ટ્રેશન જોઈએ), સ્ટોર મંજૂર કરીએ અને પહેલું લિસ્ટિંગ બનાવવામાં મદદ કરીએ. કોઈ એડવાન્સ કે માસિક ફી નહીં; દરેક વેચાણ પર નાનું કમિશન.